Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદાનંદજીએ ૧પ એપ્રિલ-ર૦૦૩ માં આ દીક્ષા લીધી હતીઃ
દ્વારકા તા. રરઃ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના ર૧ માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠમાં ઉજવણી થશે. પૂ. મહારાજશ્રીના ર૧ મા દંડ સંન્યાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર શુક્લ તેરસ તારીખ રર-૪-ર૦ર૪ ના પૂ. મહારાજશ્રીની પાદૂકા પૂજન કરવામાં આવ્યું હતું.
દંડ ગ્રહણ માત્રેણ નરો નારાયણો ભવેત એટલે કે ધર્મદંડ ગ્રહણ કરતા જ નર નારાયણ સ્વરૃપ બની જાય છે અન્ય સ્થળ વ્યક્તિનું સુખ સંસારમાં સૌથી મોટું સુખ છે. સંન્યસ્ત વ્યક્તિ સુખના ઉપભોક્તા નથી, પરંતુ તેઓ સ્વયં સુખનું સ્વરૃપ હોય છે એટલે જ કહેવાય છે કે દંડી સંન્યાસી સાક્ષાત નારાયણ છે.
પૂ. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનો જન્મ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના ભરગી ગામ સ્થિત આયુર્વેદ રત્ન પંડિત વિદ્યાધર અવસ્થી અને શ્રીમતી માનકુવર દેવજીને ત્યાં થયો હતો. સ્વામીજી પૂર્વાશ્રમમાં રમેશકુમાર તરીકે ઓળખાતા હતાં.
પૂ. શ્રીની પ્રથમિક શિક્ષા તેમના ગામ બરગીમાં જ્યારે સંસ્કૃત શિક્ષક નરસિંહપુરમાં અને વ્યાકરણ વેદવિધાનની શિક્ષા કાશીમાં સંપન્ન થઈ હતી. તેઓના અભ્યાસ દરમિયાન જ પૂજ્યપાદ અનંત શ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામીશ્રી સ્વરૃપાનંદ સરસ્વતીજી મહારાજના પરિચયમાં આવ્યા હતાં અને ૧૯૭૭ માં પ્રયાગ કુંભ વખતે બ્રહ્મચારી દીક્ષા ગ્રહણ કરી હતી જે પછી ચૈત્ર શુક્લ તેરસ તદ્નુસાર તા. ૧પ એપ્રિલ ર૦૦૩ માં કાશીમાં દંડ સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial