Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામેના બાઈકનો ચાલક પણ ઘવાયોઃ
ખંભાળિયા તા. ૨૨ઃ ખંભાળિયાના વિંઝલ૫ર પાટિયા પાસે ગઈકાલે સવારે બે બાઈક ટકરાઈ પડતાં ધરમપુરના બેડિયાવાડીના સતવારા પ્રૌઢનું ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યું છે. સામેના બાઈકનો ચાલક પણ ઘવાયો છે. ખંભાળિયાના ધરમપુર પાસે બેડિયાવાડીમાં રહેતા અશોકભાઈ ખાણધર (ઉ.વ.પર) નામના સતવારા પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૩૭-એચ ૫૩૩૨ નંબરના બાઈકમાં વિંઝલપર ગામના પાટિયા પાસેથી જતાં હતા. પરચુરણ ચીજ વસ્તુની સપ્લાયનું કામ કરતા અશોકભાઈ જઈ રહ્યા હતા ત્યારે જીજે-૩૭-સી ૪૧૪૧ નંબરના બાઈકે તેઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માથા, કપાળ સહિતના શરીરના ભાગોમાં ઈજા પામેલા અશોકભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ચિંતનભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના સંબંધી જીતેન્દ્ર ખાણધરે જણાવ્યા મુજબ ગઈકાલે અશોકભાઈને એક જમણવારમાં પહોંચવાનું હતું તેથી તેઓ માલની વહેલી સપ્લાય કરવા માટે નીકળ્યા હતા ત્યારે માર્ગમાં ખંભાળિયા તાલુકાના લાલુકા ગામના રોહિત પરબતભાઈ આંબલીયા નામના બાઈકચાલકે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં રોહિતને પણ ઈજા થઈ છે. તેને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. મૃતક અશોકભાઈ અગાઉ દરજીકામ કરતા હતા તે પછી સપ્લાયનંુ કામ શરૃ કર્યું હતું. ખંભાળિયા સતવારા અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial