Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા બુધવારે નડ્યો હતો અકસ્માતઃ
જામનગર તા. રરઃ લાલપુરના નવાગામની સીમમાં એક ખાનગી કંપનીના ચાલી રહેલા કામના સ્થળે ગયા બુધવારે કામ કરી રહેલા એક પરપ્રાંતીય શ્રમિકને અકસ્માત નડ્યો હતો. આ શ્રમિકનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના વતની એસ.કે. નશીરૃલ એસ એફ મન્સુર શેખ (ઉ.વ.૨૩) નામના શ્રમિક ગઈ તા.૧૭ની સવારે નવાગામની સીમમાં એસપીટીએલ કંપનીની સાઈટ પર થાંભલા નં.૪૭૦ પર જમ્પર લગાડવાનું કામ કરતા હતા.
આ વેળાએ ઈન્સિલેટર પોલીમોરની પીન થાંભલાના સ્ટ્રક્ચરમાંથી ખૂલી જતાં સેફ્ટી બેલ્ટ થાંભલા સાથે અથડાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં એસકે નશીરૃલને માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. એસકે અફસરૃલ શેખે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial