Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઠેબા બાયપાસ પાસે રિક્ષામાં જતાં પરપ્રાંતીય શખ્સ પાસેથી તમંચો મળ્યો

જામજોધપુરના બાલવા ફાટક પાસેથી હથિયાર કબજેઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના ઠેબા બાયપાસ તથા જામજોધપુરના બાલવા ફાટક પાસેથી પોલીસે બે શખ્સને દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે. બંને શખ્સની ધરપકડ કરી પોલીસે હથિયાર કબજે લેવાયા છે.

જામનગરના ઠેબા બાયપાસ પાસે એક રિક્ષામાં જઈ રહેલા શખ્સ પાસે બંદૂક હોવાની બાતમી પંચકોશી બી ડિવિઝનના એએસઆઈ એમ.એલ. જાડેજા, સુમિત શિયાર, મેહુલ વિસાણીને મળતા પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ વોચ રખાઈ હતી.

તે દરમિયાન જીજે-૧૦-ટી ડબલ્યુ ૧૪૭૪ નંબરની રિક્ષા નીકળતા તેને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી મૂળ ઉત્તર પ્રદેશના બેલભરીયા ગામનો વતની અને હાલમાં દરેડમાં રહેતો કમાલ મુખ્તાર અંસારી નામનો શખ્સ દેશી બનાવટના તમંચા સાથે મળી આવ્યો હતો. પોલીસે તમંચો કબજે કરી કમાલની ધરપકડ કરી છે.

જામજોધપુરના બાલવા ફાટક પાસે ચેકપોસ્ટ પરથી પસાર થતાં એક શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળતા જામજોધપુરના પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે વોચ રાખી હતી. જેમાં વેરાવળ ગામનો હુસેન આમદ રાઉકરડા નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસેથી દેશી તમંચો સાંપડ્યો છે. પોલીસે તમંચો કબજે કરી હુસેનની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh