Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત દીવ, દમણ અને દાદરાનગર હવેલી એનસીસી ડાયરેક્ટરના નિર્દેશ મુજબ
જામનગર તા. ૨૨ઃ ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ વતી જામનગર ગ્રુપ દ્વારા આયોજિત 'સૌરાષ્ટ્ર નૌકાદળ' અભિયાન સંપન્ન થયું હતું. ર૧ ફેબ્રુઆરીથી ૧ માર્ચ ર૦ર૪ સુધી ચાલેલા આ અભિયાનમાં ૭પ એનસીસી કેડેટ્સએ ભાગ લઈ પોરબંદરથી દીવ સુધી ર૪૭ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ગુજરાત એનસીસીના વડા દ્વારા દીવમાં આ અભિયાનને સંપન્ન કરાવવામાં આવ્યું.
ગુજરાત દીવ-દમણ અને દાદરાનગર હવેલી એનસીસી ડાયરેક્ટરના નિર્દેશન અનુસાર જામનગર એનસીસી ગ્રુપના નેવી વિંગ દ્વારા પોરબંદરથી દીવ સુધી મોસ્ટ એન્ટરપ્રાઈસીંગ નેવલ યુનિટ અંતર્ગત ર૧ ફેબ્રુઆરી ર૦ર૪ થી સૌરાષ્ટ્ર નૌકાયન અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ સાહસિક્તા, નેતૃત્વ, અનુશાસનના ગુણો વિક્સાવવાનો તથા ભારતીય નૌકાદળની ઉત્કૃષ્ટ કામગીરીની ઝાંખી કરાવવાનો હતો.
ગુજરાત નૌસેના ક્ષેત્રના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ અનિલ જગ્ગી દ્વારા આ અભિયાન ફ્લેગવડ ઓફ કરાવામાં આવ્યું હતું. આ 'સૌરાષ્ટ્ર નૌકાયન'માં ગુજરાતના તમામ નેવી યુનિટ્સના ૭પ એનસીસી કેડેટ, ૧૯ પરમેનેન્ટ ઈન્સ્ટ્રક્ટર સ્ટાફ, બે એસોસિએટ એનસીસી ઓફિસર્સ સામેલ થયા હતાં. ૭ ગુજરાત નેવલ યુનિટ એનસીસી વેરાવળ દ્વારા આયોજિત આ બાર દિવસીય અભિયાનમાં સમગ્ર ટીમ દ્વારા આશરે ર૪૭ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.
આ સાહસિક અભિયાન અંતર્ગત કેડેટ્સે નુક્કડ નાટક (મતદાન જાગૃતિ તથા જલ સંરક્ષણ અંગે), સ્વાસ્થ્ય જાગૃતિ, સ્વચ્છ ભારત અભિયાન, હરિત ભારત, પ્લાસ્ટિકના ઉપયોગનો પ્રતિબંધ, બેટી બચાવો બેટી પઢાવોનો જનજાગૃતિ સંદેશ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ સાથે આઈએનએસ વિશાખાપટ્ટનમ્, આઈએનએસ સરદાર પટેલ અને પોરબંદર નેવલ એર સ્ટેશનની મુલાકાત લીધી હતી.
ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગને પહેલી માર્ચ ર૦ર૪ ના આઈએનએસ ખુકરી મ્યુઝિયમ પાછળના ભાગે દીવ જેટ્ટી પર અંતિમ દિવસે આ નૌકાયન અભિયાનને સંપન્ન કરાવવા આવકાર્યું હતું. વિવિધ સ્પર્ધાના વિજેતા કેડેટ્સને મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ દ્વારા એનસીસીએ દેશની યુવા પેઢીને દુર્લભ તાલીમ આપવાના ધ્યેયને સાર્થક કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial