Advertisement
Author: નોબત સમાચાર

ઓબ્ઝર્વરશ્રીઓને નાગરિકો રૃબરૃ મળી શકશે

૧૨-જામનગર સંસદીય મત વિસ્તાર માટે

જામનગર તા. રરઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષી, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણીપૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરીના ભાગરૃપે ૧૨ જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે હસરત અલી યાતો (આઈએએસ), પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉતપલકુમાર નાસ્કર (આઈપીએસ) અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અભિજિત મિશ્રા (આઈઆરએસ) ની નિમણૂક કરવામાં આવી છે.

૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકોને રૃબરૃ મળી શકશે. અથવા જનરલ ઓબ્ઝર્વર (મો. ૯૦ર૩૩ ૮૦૩૪૧), પોલીસ ઓબ્ઝર્વર (મો. ૮૭૯૯૧ ૩૬૦૪૪) અને ખર્ચ ઓબ્ઝર્વર (મો. ૮૧૬૦૯ ૧૬પ૧૯) ઉપર સંપર્ક કરી શકશે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીને સાંજે ૪ થી પ ના સમય દરમિયાન સર્કીટ હાઉસમાં લોકો ફોન ઉપર મંજૂરી મેળવ્યા બાદ રૃબરૃ મળી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh