Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસેથી ઝડપાઈ ગયોઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરની નિલકમલ સોસાયટીમાંથી શુક્રવારે રાત્રે એક બાઈક ચોરાઈ ગયું હતું. તેની તપાસમાં રહેલી પોલીસે સાંઢીયા પુલ પાસેથી મૂળ રાજસ્થાનના અને હાલમાં કાલાવડના ટોડામાં રહેતા શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી પાડ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટીમાં શેરી નં.૭માં રહેતા પુનિતભાઈ હસમુખભાઈ રાઠોડ નામના આસામીએ શુક્રવારે રાત્રે પોતાનું જીજે-૧૬-જે ૯૩૦૩ નંબરનું હીરો મોટરસાયકલ ઘર પાસે રાખ્યું હતું. તે વાહન શનિવારની સવાર સુધીમાં ત્યાંથી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન સિટી સી ડિવિઝનના હે.કો. ફૈજલ ચાવડા, હોમદેવસિંહ, હર્ષદ પરમારને બાતમી મળી હતી કે, સાંઢીયા પુલ પાસે અવાવરૃ જગ્યામાં એક શખ્સ ચોરાઉ બાઈક સાથે આવ્યો છે. તે બાતમીથી પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે સાંઢીયા પુલ પાસે દોડી જઈ ત્યાંથી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલમાં કાલાવડના ટોડા ગામમાં રહેતા મહેન્દ્ર ભલારામ કડવા નામના શખ્સને દબોચી લીધો હતો.
આ શખ્સે ૯૩૦૩ નંબરનું બાઈક કાઢી આપ્યું હતું અને નિલકમલ સોસાયટીમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial