Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરત અને વડોદરાની જેલમાં ધકેલી દેવાયાઃ
જામનગર તા. રરઃ જામનગરના સાધનાકોલોનીના કુખ્યાત શખ્સ તથા મુંગણી ગામના એક શખ્સ સામે પાસાની દરખાસ્ત થઈ હતી તેને મંજૂરી મળતા બંનેને અનુક્રમે સુરત તથા વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે અન્ય બે શખ્સને પણ પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવાયા છે.
જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા શખ્સોને પાંજરે પૂરવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તેમજ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા અને સિક્કાના પીએસઆઈ આર.એચ. બારે અસામાજિક શખ્સો સામેના ગુન્હાઓ તપાસ્યા પછી સાધના કોલોની વાળા હર્ષ પરેશભાઈ મહેતા ઉર્ફે ટકા તથા જામનગર તાલુકાના મુંગણી ગામના સુરેન્દ્રસિંહ ભીખુભા કંચવા ઉર્ફે ઈલુ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી.
આરોપી પૈકીના હર્ષ ઉર્ફે ટકા સામે શરીર સંબંધી પાંચ ગુન્હા તથા સુરેન્દ્રસિંહ સામે શરીર સંબંધી બે ગુન્હા નોંધાયેલા છે. બંનેની પાસાની દરખાસ્ત મંજૂર થતાં બંનેની અટકાયત કરાઈ હતી. હર્ષ ઉર્ફે ટકાને સુરત તથા સુરેન્દ્રસિંહને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
તે ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી. પનારા અને સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એચ. બારે દારૃબંધી ભંગના ગુન્હા આચરતા મૂળ મોરબીના ખાનપર ગામના યશપાલસિંહ ઘનુભા જાડેજા તથા જામનગરમાં બેડી રોડ પર રહેતા મનદીપસિંહ કનકસિંહ જાડેજા સામે પાસાની દરખાસ્ત કરી હતી. તેને મંજૂરી અપાતા બંને શખ્સને વડોદરા જેલમાં મોકલી અપાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial