Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાંથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયોઃ
જામનગર તા. રરઃ લાલપુરના સણોસરી ગામમાં તીનપત્તી રમતા પાંચ શખ્સને પકડી લેવાયા છે. જ્યારે સુરજકરાડીમાંથી ચાર શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. ખંભાળિયામાંથી એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપાઈ ગયો છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામના પાદરમાં ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા દેવરખીભાઈ સોમાતભાઈ ડાંગર, રામભાઈ રાજાભાઈ બંધીયા, ધીરૃભાઈ નથુભાઈ સાગઠીયા, દીપક નાથાભાઈ સાગઠીયા, ગોવિંદભાઈ મઘાભાઈ ભેડા નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૦,૨૪૦ કબજે કર્યા છે.
ઓખામંડળના સુરજકરાડી ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા ગોવિંદ રાણાભાઈ હાથીયા, ધર્મેન્દ્રભા ભારાભા ભઠડ, માપભા રામભા ભઠડ, જયદીપભા માયાભા ભઠડ નામના ચારને પોલીસે પકડી પટમાંથી રૃા.૨૪૧૦ કબજે કર્યા છે. ખંભાળિયાના સતવારા ચોરા પાસે ગઈરાત્રે આઈપીએલની મેચમાં એક આઈડી પરથી જુગાર રમતા પાર્થ હસમુખભાઈ પરમાર નામના શખ્સને પોલીસે પકડી લઈ તેનો રૃા.૬૦ હજારનો મોબાઈલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial