Advertisement
Author: નોબત સમાચાર

મધ્ય આફ્રિકી ગણરાજ્યમાં દુર્ઘટનાઃ નદીમાં હોડી ઉંધી વળી જતા ૫૮ મૃત્યુ

અંતિમ ક્રિયામાંથી પરત જઈ રહેલા લોકોની અંતિમ યાત્રા!

બંગી તા. રરઃ આફ્રિકામાં નદીમાં બોટ ડૂબી જતા પ૮ લોકોના મોત થયા છે. જે પૈકી ર૦ મૃતદેહ મળ્યા છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. નદીમાં ઓવરલોડેડ હોડીએ જળ સમાધી લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. લાકડાની આ હોડી એક અંતિમ અંતિમસંસ્કારમાં સામેલ થયા પછી લોકોને મ્પોકો નદી પાર કરાવતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

મધ્ય આફ્રિકી ગણરાજ્યમાં એક ખોફનાક ઘટનામાં ઓછામાં ઓછા પ૮ લોકોના મોત થયા છે. રાજધાની બંગીથી આશરે ૪પ કિ.મી. અંતરે આવેલી એક નદીમાં એક ઓવરલોડેડ હોડીએ જળ સમાધી લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મીડિયા અહેવાલ પ્રમાણે લાકડાની બનેલી આ હોડી શુક્રવારે એક અંતિમ સંસ્કારમાં સામેલ થયા પછી લોકોને મ્પોકો નદી પાર કરાવી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓની માહિતી પ્રમાણે આ હોડીમાં ક્ષમતા કરતા વધારે લોકો સવારી કરી રહ્યા હતાં તેને લીધે તે ઓચિંતા જ પલટી ખાઈ ગઈ હતી.

તે પછી સ્થાનિક માછીમારોએ બચાવ કાર્ય શરૃ કર્યું હતું અને ઈમર્જન્સી સેવાઓ ત્યાં પહોંચે તે અગાઉ અનેક લોકોને બચાવ્યા હતાં તથા મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યા હતાં. આ એડ્રિયનના સ્થાનિક વહીવટીકર્તાઓની માહિતી પ્રમાણે ઓછામાં ઓછા ર૦ મૃતદેહ મળી આવ્યા છે.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આ હોડીમાં ક્ષમતા કરતા અનેકગણા લોકો સવારી કરી રહ્યા હતાં. બંગી યુનિવર્સિટી હોસ્પિટલ કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે સેના દ્વારા શોધખોળ અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ સરકારે આ ઘટના અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh