Advertisement
Author: નોબત સમાચાર

લોકસભા બેઠક માટે ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન

લોકસભા ચૂંટણી-ર૦ર૪ ભારતીય જનતા પાર્ટીના

જામનગર તા. રરઃ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભમાં ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર-સંકલન અર્થે ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાજપના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જંગી જનમેદનીને ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી ભાજપના કર્મઠ ઉમેદવાર પૂનમબેન માડમને જંગી સરસાઈથી વિજેતા બનાવવા અનુરોધ કર્યાે હતો.

આ ઉદ્દઘાટન સમારોહમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી આપણી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટેની ચૂંટણી છે. ર૦૪૭માં ભારતને સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર અને વિશ્વ ગુરૃ બનાવવા માટેનો અવસર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો અવિરત ઝડપી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વિકાસ કૂચને આગળ ધપાવવા જામનગર થી પણ એક કમળની ભેટ દિલ્હી પહોંચાડવાની જવાબદારી આપણાં સૌની છે. તેમણે નરેન્દ્રભાઈ મોદીનાં સંકલ્પ સ્વપ્નને સાકાર કરવા ભાજપને જંગી બહુમતિથી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

જામનગર મહાનગર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ આ લોકશાહી પર્વમાં સર્વાધિક મતદાન કરવા અનુરોધ કરવા સાથે ભાજપના તમામ નાના-મોટા કાર્યકર્તાઓને પ્રચાર કાર્યમાં લાગી જવા અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડથી વિજેતા બનાવવા હાકલ કરી હતી.

આ ઉદ્દઘાટન સમારોહમાં જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, લોકસભા બેઠકના સંયોજક ડો. વિનોદભાઈ ભંડેરી, ૭૮-વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, પ્રભારી સુરેશભાઈ વસરા, ૭૯-વિધાસભા પ્રભારી હિરેનભાઈ પારેખ, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, મનપા સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, પૂર્વ ધારાસભ્યો પરમાણંદભાઈ ખટ્ટર, લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયરો અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુભાઈ જેઠવા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિન્ડોચા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્યો, કોર્પાેરેટરો, ભાજપના વોર્ડ સમિતિના હોદ્દેદારો, પેઈજ સમિતિના પ્રમુખો, કાર્યકર્તાઓ તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh