Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને રૃા.૩ લાખના ચેક પરતના કેસમાં એક વર્ષની કેદસજા

ચેકની રકમ દંડ પેટે ભરવા આદેશઃ

જામનગર તા. રરઃ જામનગરના એક શખ્સને રૃા.૩,૦૦,૦૦૦ના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતા સિદ્ધરાજસિંહ દેવીસંગ જાડેજા પાસેથી પવનચક્કી પાસે રહેતા અશોક શંકરભાઈ કનખરાએ  રૃ.ા.૪,૦૦,૦૦૦ હાથઉછીના લીધા હતા અને સમજૂતી કરાર લખી આપ્યો હતો.

ત્યારપછી પૈસાની પરત ચૂકવણી માટે રૃા.૩,૦૦,૦૦૦ નો ચેક આપી બાકીના રૃા.૧,૦૦,૦૦૦ પછીથી આપી દેવા અશોક કનખરાએ જણાવ્યું હતું તેનો ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. નોટીસ આપ્યા પછી સિદ્ધરાજસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અશોક શંકરભાઈ કનખરાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh