Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨ઃ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મુદ્રા ગ્રુપ જામનગર અને શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા આયોજીત નયન ભટ્ટ, મૃણાલિની ભટ્ટ (આકાર ઈવેન્ટ - રાજકોટ) પ્રસ્તુત રાઘવ અને માધવના મરમની વાતો, ગીત-સંગીત સાથેની અલૌકિક સફર 'રાઘવથી માધવ સુધી' કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૪-૨૦૨૪ (શુક્રવાર)ના રાત્રે ૯ વાગ્યે, ધન્વન્તરિ હોલ, ડી.કે.વી. સર્કલ પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક કાર્યક્રમમાં ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી, અને સિંગરમાં સંદિપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્યા અને ઈવેન્ટ કો-ઓર્ડીનેસન કલ્પેશ જોશી રહેશે. સંગીત અને સાહિત્યમાં રસ ધરાવનારાઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નામ નોંધાવવા મો.નંં. ૯૮૯૮૨ ૩૧૫૩૬ તથા વિશેષ માહિતી માટે મો.નં. ૯૮૨૫૮ ૫૫૩૩૬ નો સંપર્ક કરવા મુદ્રા ગ્રુપના લલીત જોશી તથા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, હાપાના રમેશ દતાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial