Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુમલાખોર સામે ગુન્હો નોંધી કરાઈ શોધખોળઃ
જામનગર તા. રરઃ જામનગર નજીકના ઢીંચડા ગામમાં વસવાટ કરતા એક તરૃણ પર શનિવારે સાંજે કોઈ કારણથી અજાણ્યા શખ્સે છરી જેવા તિક્ષણ હથિયારથી હુમલો કરી ગળા તથા બંને હાથના કાંડા પાસે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત તરૃણને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોરની શોધ આરંભી છે.
જામનગર નજીકના ઢીંચડા ગામમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ નારોલાનો ભત્રીજો હરદેવ શનિવારે સાંજે ચારેક વાગ્યે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે આ બાળકે નજીકમાં આવેલા પાણીના ખાડા પાસે અજાણ્યો શખ્સને નાના બાળકને મારતા જોયો હતો.
તેથી ઉશ્કેરાયેલા આ શખ્સે હરદેવ પર પોતાની પાસે રહેલા છરી જેવા કોઈ તિક્ષણ હથિયારથી હુમલો કરી આ તરૃણને બંને હાથમાં તથા ગળાના ભાગે ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં તરૃણ ઢળી પડતા હુમલાખોર નાસી ગયો હતો. તરુણને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એસ. પોપટ તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે નરેશભાઈ નારોલાની ફરિયાદ પરથી હુમલાખોર સામે ગુન્હો નોંધી તેની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial