Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સોનૈયા ૫રિવાર દ્વારા
જામનગર તા. ૨૨ઃ જામનગરના ઠા. ગોરધનદાસ વિઠ્ઠલદાસ સોનૈયા, ઠા. જીતેન્દ્રકુમાર વિઠ્ઠલદાસ સોનૈયા પરિવાર દ્વારા ચૈત્ર સુદ ૧૫ (પૂનમ) શ્રી હનુમાન જયંતીને મંગળવાર તા. ૨૩-૪-૨૦૨૪ ના શુભ દિવસે શ્રી દ્વારકાધીશજીના જગતમંદિરના શિખરે, શ્રી જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આવતીકાલ તા. ૨૩-૪-૨૦૨૪ ના મંગળવારે સવારે ૯ વાગ્યે ધ્વજાપૂજન, સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા અને બપોરે ૧૨ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારપછી પ્રભુ પ્રસાદી બપોરે ૧ વાગ્યે, લોહાણા મહાજનવાડી, દ્વારકામાં રાખવામાં આવી છે. તેમજ શ્રી જલારામ બાપાના મંદિરે નૂતન ધ્વજારોહણ સાંજે ૫-૩૦ થી ૬-૩૦ દરમ્યાન યોજાશે અને સાંજે ૭-૩૦ વાગ્યે પ્રભુ પ્રસાદી શ્રી જલારામ મંદિર દ્વારકાધીશ સોસાયટી, દ્વારકામાં રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial