Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેગીલા વાયરાઓના દોર વચ્ચે
જામનગર તા. રરઃ જામનગરમાં ગઈકાલે પણ વેગીલા વાયરાઓનો દોર યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નીંવત્ વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.ર ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં છેલ્લા ચાર દિવસથી તેજીલા પવનો ફૂંકાવાનો દોર ચાલી રહ્યો છે. જે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત્ રહ્યો હતો. જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમીયાન નહીંવત્ વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.ર ડીગ્રી જ્યારે ૧.પ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી નોંધાયું હતું.
નગરમાં તેજીલા વાયરાઓની સાથે-સાથે મિશ્ર વાતાવરણનો દોર પણ ચાલી રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડક તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં માથા તથા પેટમાં દુઃખાવો, તાવ સહિતના કેસો વધારે નોંધાઈ રહ્યા છે. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial