Advertisement
Author: નોબત સમાચાર

વાહન જોઈને ચલાવવાનું કહેતા જોડિયાના યુવાન પર થયો પ્રહાર

ચાર શખ્સે ધોકાથી ફટકાર્યાઃ

જામનગર તા. રરઃ જોડિયાના એક યુવાનને જોઈને વાહન ચલાવવાનું કહેતા તેમની સાથે વાહન અથડાવનાર શખ્સ સહિત ચારે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો.

જોડિયા શહેરમાં મોટા વાસમાં રહેતા સદામહુસેન હનીફભાઈ નોતીયાર ગઈકાલે રાત્રે કબ્રસ્તાન તરફના રસ્તા પરથી જતા હતા ત્યારે નવાઝ નામના શખ્સે પોતાનું વાહન તેમની સાથે ટકરાવ્યું હતું.

આ વેળાએ નવાઝને જોઈને વાહન ચલાવવાનું કહેવાતા સદામહુસેનને રસ્તામાં રોકી લઈ ઓસમાણ કાસમ સમેજા, નવાઝ અસલમ સમેજા, અસલમ હાસમ સમેજા, સેજુ ઓસમાણ સમેજાએ ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી શર્ટ ફાડી નાખ્યો હતો. પોલીસે સદામહુસેનની ફરિયાદ પરથી  ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh