Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી માટેલ જતા પદયાત્રી સંઘો માટે સેવા કેમ્પો યોજાયા

ચૈત્રી નવરાત્રિ દરમિયાન તા. ૧૩ થી ૧પ એપ્રિલ સુધી

જામનગર તા. ૨૨ઃ જામનગરના શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જામનગરથી માટેલ જતાં પદયાત્રીઓના સંઘ માટે તારીખ ૧૩ થી ૧પ સુધી વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ, મેડિકલ કેમ્પ તેમજ છાસ, પાણીની બોટલ સહિત  વિતરણ કરવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન જામનગરથી માટેલ પદયાત્રીઓના સંઘ રવાના થાય છે. તેમની સેવામાં ર૩ વર્ષથી શ્રી શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જુદી-જુદી જગ્યાએ જરૃરી મેડિકલ કેમ્પ તથા નાઈટ હોલ્ટ (આરામ કરવાની સુવિધા)  સેવા કેમ્પ રાખવામાં આવે છે. જે અંતર્ગત  તારીખ ૧૩ થી ૧પ દરમ્યાન સોયલ ટોલનાકા, લતિપુર તથા પંચાસિયા ગામ પાસે મેડિકલ કેમ્પ, છાસ, પાણીની બોટલ, ઠંડા રૃમાલ વિતરણ તથા રાત્રી રોકાણ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ સેવા કેમ્પમાં શુભ લક્ષ્મી ગ્રુપના અશોકભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ પરમાર, રમણીકભાઈ બારડ, જીગ્નેશભાઈ ઝાલા, મનિષભાઈ બારડ, હર્ષદભાઈ કંચવા, દિલીપભાઈ કંચવા, કપિલભાઈ ચાવડા, હિતેશભાઈ ચૌહાણ, દિપકભાઈ ચુડાસમા, રાજુભાઈ ભટ્ટી, અશોકભાઈ મકવાણા, ભીખાભાઈ, આનંદ પરમાર, જીતુ ડાડાએ સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh