Advertisement
Author: નોબત સમાચાર

સુરતની બેઠક પર બાકીના સાત ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યાઃ આઠમાની તૈયારી

ભાજપના ઉમેદવારને બિનહરિફ કરવા સવારથી જ પ્રયાસો

અમદાવાદ તા. રરઃ શનિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ટેકેદારો પોતાની સહી નહીં હોવાનું એફિડેવિટ રજૂ કરીને ગાયબ થઈ ગયા પછી ગઈકાલે રિટર્નીંગ ઓફિસરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્ કર્યું હતું. તે પછી કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેવું જાહેર કરાયું હતું.

આજે સવારથી જ આ હાઈવોલ્ટેજ ડ્રામા શરૃ થયો અને બપોરે એક વાગ્યા સુધીમાં ભાજપના ઉમેદવારની સામે મેદાનમાં રહેલા આઠમાંથી સાત ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હોવાના અહેવાલો આવ્યા છે, અને હવે બીએસપીના ઉમેદવારને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. મોડેથી આવી રહેલા અહેવાલો મુજબ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે પોતે ચૂંટણી લડવા તૈયાર હોવાનું નિવેદન આપ્યું છે, તો બીજી તરફ બાકી રહેલા એક ઉમેદવાર પણ બપોરે ત્રણ વાગ્યા પહેલા ફોર્મ પાછું ખેંચી લેશે તેવા સંકેતો મળ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે, જો તેવું થશે તો ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી ઐતિહાસિક રીતે લોકસભા માટે બિનહરિફ ચૂંટાઈ જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh