Advertisement
Author: નોબત સમાચાર

દારૃબંધી ભંગ, પ્રાણઘાતક અકસ્માત, હુમલો તેમજ છેતરપિંડીના આરોપી ઝબ્બે

ગુન્હો નોંધાયા પછી નાસી ગયેલા આઠ આરોપીની પોલીસે કરી લીધી અટકાયતઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત મેઘપર, ધ્રોલ અને પંચકોશી બી ડિવિઝનના દારૃબંધી ભંગના ચાર ગુન્હાના આરોપીને પકડી લેવાયા છે. છેતરપિંડી, પ્રાણઘાતક અકસ્માત તથા હુમલાના ગુન્હાના ચાર આરોપી ઝડપાયા છે. દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયા પછી મૃત્યુ પામેલા આરોપીના મૃત્યુના કાગળો મેળવી પોલીસે કાર્યવાહી કરી છે.

જામનગરના ૫ંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે દારૃબંધીનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં પોરબંદરના બોરીચા ગામના આલા દાના ચાવડા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. આ શખ્સને એલસીબીના ધાનાભાઈ, વનરાજ મકવાણા, ક્રિપાલસિંહની બાતમીના આધારે લાલપુર બાયપાસ પાસેથી પકડી લેવાયો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર છએક વર્ષ પહેલાં એક ટ્રકે બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુન્હામાં રાજસ્થાનના ઉદયપુરના પહોડા ગામના ટ્રક ચાલક મહેન્દ્રસિંગ પ્રતાપસિંગ મસાણીનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ લાખાબાવળ પાસે આવ્યો હોવાની બાતમી એલસીબીના સંજયસિંહ, કાસમભાઈ, દિલીપ તલાવડીયાને મળતા ત્યાંથી આ શખ્સને દબોચી લેવાયો છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ પહેલાં આઈપીસી ૪૦૬, ૪૦૭, ૪૧૯, ૧૨૦ (બી)નો ગુન્હો નોંધાયો હતો. તેમાં ભાવનગરના માળીયા ગામના ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ગોહિલની સંડોવણી ખૂલી હતી. આ શખ્સને મેઘપર પોલીસે પકડી લીધો છે.

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે હુમલો કરવા ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તેમાં ધરારનગર ૧માં રહેતા અકરમ કાસમ જોખીયાનું નામ ખૂલ્યું હતુું. ત્યારથી આ શખસ નાસી ગયો હતો. તેને એલસીબીના મયુદ્દીન, અરજણભાઈ, કિશોરભાઈની બાતમીના આધારે સાત નાલા પાસેથી એલસીબીએ પકડ્યો છે.

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯માં હુમલાના એક ગુન્હામાં રાજકોટના કોઠારીયાના  મહિપતસિંહ ભૂપતસિંહ ગોહિલની સંડોવણી જાહેર થઈ હતી. આ શખ્સને સિટી સી ડિવિઝનના યશપાલસિંહ, શિવભદ્રસિંહ, યુવરાજસિંહની બાતમીના આધારે અંધાશ્રમ આવાસ પાસેથી પકડી લેવાયો છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે દારૃબંધી ભંગના નોંધાયેલા ગુન્હામાં રાજકોટના જંગલેશ્વરવાળા યુસુફ હસન હિંગોર ઉર્ફે ડાંગીનું નામ ખૂલ્યું હતું. આ શખ્સને ધ્રોલ પોલીસે પકડી લીધો છે.

જામનગરના સિટી બી ડિવિઝનમાં નોંધાયેલા દારૃબંધી ભંગના ગુન્હામાં દિગ્વિજય પ્લોટ-૪૯માં રહેતો જીગર મનસુખભાઈ નાખવા ઉર્ફે રવિ પુશ નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. આ શખ્સને હે.કો. ક્રિપાલસિંહ, જયદીપસિંહની બાતમીના આધારે પકડી લેવાયો છે.

મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલાં નોંધાયેલા દારૃબંધી ભંગના ગુન્હાના ફરાર આરોપી રાવલના રણજીત વજશીભાઈ મોઢવાડીયા નામના શખ્સને ઝાખર ચેકપોસ્ટ પાસેથી મેઘપર પોલીસે પકડી લીધો છે.

જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૫માં એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાનો ગુન્હો નોંધાયો હતો. તેમાં મહાપ્રભુજી બેઠક રોડ પર રહેતા વિજય જેઠાલાલ કટેશીયાનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ અંગે ચકાસણી કરાતા તેનું અવસાન થયાનું ખૂલ્યું છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગેના કાગળો મેળવી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh