Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર તથા બોટલ પોલીસ દ્વારા કરાયા કબજેઃ
જામનગર તા. રરઃ જામનગરના રામેશ્વરનગર નજીકની ચેકપોસ્ટ પરથી શનિવારે રાત્રે પસાર થતી એક મોટરમાંથી પોલીસે દારૃની બોટલ પકડી પાડી છે. મોટરમાં રહેલા ચાર શખ્સ સામે ગુન્હો નોંધી પોલીસે રૃા.૨,૦૦,૦૦૦ ની મોટર કબજે કરી છે. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ પરથી શનિવારે રાત્રે એકાદ વાગ્યે આરજે-૧૯-સીજે ૨૩૪૨ નંબરની મોટર પસાર થઈ હતી. તેને રોકાવી પોલીસે તલાશી લીધી હતી.
આ મોટરમાંથી દારૃની એક બોટલ સાથે એરફોર્સ-૧ના સ્ટેશન કવાર્ટરમાં રહેતો વિકાસ નરપતભાઈ રાજપૂત, મહારાજા સોસાયટીમાં રહેતો ફૈઝાન આરીફહુસેન આરબ, ઢીંચડા રોડ પર સેનાનગરમાં રહેતો મોહિત હીરજીભાઈ મકવાણા, દિગ્જામ સર્કલ પાસે વસવાટ કરતો સતિષ રમેશકુમાર ગૌતમ નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૃા.૨,૦૦,૦૦૦ ની મોટર અને દારૃની બોટલ કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial