Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સને પકડી પાડતી પોલીસ

બંનેના મોબાઈલ, રોકડ કબજે કરાયાઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના નવાગામ ઘેડ તથા હિરજી મિસ્ત્રી રોડ પરથી પોલીસે બે શખ્સને મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા છે. આ શખ્સોના મોબાઈલ તથા રોકડ કબજે કરી લેવાયા છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ચોકમાં શનિવારે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સીટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી હિતેશ નારણભાઈ સદાદીયા નામનો શખ્સ પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી તેના પરથી ક્રિકેટ મેચનો સટ્ટો રમતો મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઇલ તથા રોકડ મળી  કુલ રૃા.૪૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પાનની એક દુકાન પાસે ગઈરાત્રે ઉભો રહી પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી ક્રિકેટ મેચનો સટ્ટો રમતા કૃષ્ણ કોલોનીમાં રહેતા ભાર્ગવ જગદીશભાઈ પારેખ નામના શખ્સની સિટી એ ડિવિઝનના સ્ટાફે પકડી લઈ રોકડ તથા મોબાઈલ ઝબ્બે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh