Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના હાપા પાસે પીકઅપ વાને ટક્કર મારતા રિક્ષાચાલકનંુ થયું મૃત્યુ

શનિવારે સવારે સર્જાયેલા અકસ્માતની કરાઈ ફરિયાદઃ

જામનગર તા. રરઃ જામનગરના હાપા વિસ્તારમાં શનિવારે સવારે એક રિક્ષાને પીકઅપ વાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. અકસ્માત સર્જી નાસી ગયેલા પીકઅપ વાનના ચાલક સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી જશવંત સોસાયટીમાં રહેતા ગુલાબસિંહ ભગવાનજી જાડેજા નામના બાંસઠ વર્ષના વૃદ્ધ શનિવારે સવારે આઠેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા પાસેથી જીજે-૧૦-ટીઝેડ ૨૨૫૩ નંબરની પોતાની રિક્ષા ચલાવીને જતા હતા. ત્યારે તેઓને જીજે-૧૦-ટીવાય ૯૨૪ નંબરના પીકઅપ વાને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ગુલાબસિંહનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તેમના ભાઈ પ્રવીણસિંહ ભગવાનજી જાડેજાએ પીકઅપ વાનના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh