Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ભાગોળે આવેલી સોસાયટીમાં બે બંધ મકાનમાં રૃા.૭૯ હજારની થઈ ચોરી

વૃદ્ધ દંપતી પુત્રના ઘેર ગયું'ને થયો હાથફેરોઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના દરેડ જીઆઈડીસી સામે આવેલી સ્વામી નારાયણ ટાઉનશીપમાં બે બંધ મકાનમાં ચોરી થઈ છે. તે મકાનોમાંથી રોકડ, સોનાની બુટી, ઈમીટેશન જવેલરી, મોબાઈલ, ઘડિયાળ સહિત રૃા.૭૯,૦૦૦ની મત્તા સેરવાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.

જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩ સામે આવેલી સ્વામિનારાયણ ટાઉન શિપમાં રહેતા નરેન્દ્રસિંહ ગુલાબસિંહ જેઠવા નામના આસામી પોતાના પરિવાર સાથે ગઈ તા.૩ની સવારે હૈદરાબાદમાં રહેતા પુત્રના ઘેર જવા માટે નીકળ્યા હતા. તેઓને બીજા દિવસે તેમના પાડોશીએ મકાનની બારી તૂટેલી હોવાની ફોન મારફત જાણ કરી હતી. આથી નરેન્દ્રસિંહે પોલીસને વાકેફ કરવા જણાવ્યું હતું.

તે પછી નરેન્દ્રસિંહ જામનગર પરત આવ્યા હતા. તેઓએ પોતાના ઘરમાં તપાસ કરતા ગઈ તા.૩થી તા.૧૪ની વચ્ચેના સમયગાળામાં તેમના મકાનમાં કોઈ તસ્કરે કુલ રૃા.૬૨ હજારની મત્તાની ચોરી કર્યાની વિગત બહાર આવી છે. આ આસામીના ઘરમાંથી ૩૦થી ૪૦ સાડી, ૧ લેડીઝ પર્સ, રૃા.૨ હજાર રોકડા, ત્રણ ઘડિયાળ, ચાંદીની પરચૂરણ વસ્તુ તેમજ સોનાની રૃા.૩૦ હજારની બુટી અને રૃા.૩,૦૦૦ની ઇમિટેશન જ્વેલરી ચોરાઈ ગઈ હતી.

તે ઉપરાંત બાજુમાં જ આવેલા હેમેન્દ્રભાઈ વશરામભાઈ કરઝારીયા નામના આસામીના બંધ મકાનમાં પણ ચોરી થયાનું ખુલ્યું છે. તે મકાનમાંથી રૃા.૧૦,૦૦૦ રોકડા રૃા.૩,૦૦૦ની ચાંદીની વસ્તુઓ અને એક મોબાઇલ ચોરાઈ ગયા છે. પોલીસે કુલ રૃા.૭૯,૦૦૦ની મત્તાની ચોરી કરવા અંગે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૮૦, ૪૫૭, ૪૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh