Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાની 'રામવાડી' માં પંચકુંડી સુંદરકાંડનો હોમાત્મક યજ્ઞઃ મહાઆરતી તથા બટુક ભોજન સહિતના કાર્યક્રમો

આવતીકાલે હનુમાન જ્યંતિની ઉજવણી નિમિત્તે

જોડિયા તા. રરઃ જામનગર જિલ્લાના જોડિયા ધામમાં આવેલા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર "રામવાડી"ની પાવન તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજ દાદાના પાવન સન્મુખ તેમજ પ્રાંતઃ સ્મરણીય ૧૦૦૮ સદ્ગુરૃદેવશ્રી ભોલેબાબાની અસીમ કૃપાથી તથા રામવાડીના બ્રહ્મલીન મહંતશ્રી ભોલેદાસજી બાપુની તપોભૂમિમાં આવતીકાલ તા. ર૩-૪-ર૦ર૪ (મંગળવાર) ના રોજ હનુમાન જ્યંતીના પાવન પર્વ ઉપર સવારે ૭ વાગ્યે શ્રી જ્યોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજ દાદાનું વિશેષ પૂજન અર્ચનવિધિ બ્રાહ્મણો-વડેરા પરિવાર દ્વારા કરવામાં આવશે.

સવારે ૮ થી ૧ર પાંચકુંડનો હોમાત્મક યજ્ઞ રાખવામાં આવ્યો છે. આ યજ્ઞમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા ભાઈઓ-બહેનો સામૂહિક આહુતિ આપશે. ત્યારપછી બપોરે ૧ર વાગ્યે ઢોલ-નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે તેમજ સવારે ૮ થી ૧ર બાળકોનું બટુક ભોજન રાખવામાં આવ્યું છે. શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વે દાદાના નીજ મંદિરને પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું છે. સર્વે ભાવિકોએ દર્શનનો લાભ લેવા શ્રી રામવાડી જોડિયા દ્વારા જણાવાયું હોવાનું હર્ષદભાઈ વડેરાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh