Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિફ્ટીમાં પણ ૧ર૦ પોઈન્ટનો પ્રારંભિક વધારોઃ
મુંબઈ તા. રરઃ આજે સોમવારે શેરબજારે સુધારા સાથે શરૃઆત કરી છે અને પ્રારંભે જ સેન્સેક્સ તથા નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો છે.
આજે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહની શરૃઆત સુધારા સાથે કરી છે. સેન્સેક્સ આજે સુધારા સાથે ખુલ્યા પછી તુરંત જ ૬૩૯.૮પ પોઈન્ટ ઉછળી ૭૩,૭ર૮.૧૮ ની ટોચે પહોંચ્યો હતો. બીએસઈમાં ટ્રેડેડે કુલ ૩૭૭૩ માંથી રપ૮પ સ્ક્રિપ્સ સુધારા તરીકે ટ્રેડ થઈ રહી છે, જ્યારે ૯૯૧ માં ઘટાડો નોંધાયો છે. ઈન્ફ્રા અને પ્રાઈવેટ બેંકોના શેરોમાં મોટાપાયે ખરીદી જોવા મળી છે.
મીડકેપ અને સ્મોલકેપ શેરો પણ સુધારા તરફી આગેકૂચ કરી રહ્યા છે. નિફ્ટી પણ રર,૩૩૦.૯૦ ની સપાટીએ ખૂલ્યા પછી વધી રર,૩૩૭.૧૦ થયો હતો. તે પછી વધઘટ પછી ૧૧-૦૭ વાગ્યે નિફ્ટી ૧ર૦.ર૦ અને સેન્સેક્સ ૪૦પ.૩૮ પોઈન્ટના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ૧૧-૧ર વાગ્યા સુધીમાં સેન્સેક્સ કેપની ૧૯પ સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી હતી, જ્યારે ૧૧ મા વાર્ષિક તળિયું નોંધાયું હતું. ૩૦૪ સ્ક્રિપ્સ અપર સર્કિટ અને ૧૮૭ શેરો લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં.
આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોની અસરો શેરબજાર પર પડી રહી છે. મધ્ય-પૂર્વિય તણાવ યંડા પડતા નજરે ,ડ્યા છે. બીજી બાજુ સ્થાનિય સ્તરે ટોચની આઈટી કંપનીઓએ અપેક્ષા કરતા મજબૂત પરિણામો જારી કરતા કોર્પોરેટર કમાણી સકારાત્મક રહેવાનો આશાવાદ વધ્યો છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ અંગે હાલ કોઈ નવી અપડેટ્સ જોવા મળી નથી. જે મામલો થાળે પડી રહ્યો હોવાનો સંકેત આપે છે. પરિણામે એશિયન બજારોમાં પણ સુધારો નોંધાયો છે.
આ સપ્તાહે અમેરિકાના ગ્રોથ ડેટા અને ફંડ રિઝર્વ દ્વારા ફૂગાવાની નવી આંકરણી પર રોકાણકારોની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના પણ ફૂગાવા સંબંધિત આંકડાઓ આ સપ્તાહે જારૃ થશે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સ અનુસાર એસએન્ડપી પ૦૦ ની ટોચની સાત કંપનીઓ એપલ, માઈક્રોસીફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન, ટસ્લાએ પ્રથમ ત્રિમાસિકમાં ૩૮ ટકા ગ્રોથ નોંધાવ્યો છે. દેશની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ ર૦ર૪ ના પરિણામો આજે જાહેર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial