Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા રેલવે સ્ટેશનેથી મળી આવેલા
ખંભાળીયા તા. રરઃ તાજેતરમાં દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશન પરથી છ તથા ૧૦ વર્ષની ઉંમરના બે બાળકો મળી આવ્યા હતા જે સ્થાનિક ભાષા પણ જાણતા નહતા તેમને રેલવે પોલીસ દ્વારા સીડબલ્યુસી કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતાં.
કમિટીના ચેરમેન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી દ્વારા આ બાળકોનુું કાઉન્સેલીંગ કરાવાતા તેના માતા-પિતા જામનગર રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હોવાનું જાણમાં આવતા ચંદ્રશેખરભાઈ દ્વારા જામનગર રેલવે પોલીસને જાણ કરતા આ બન્ને બાળકોના માતા-પિતા કે જે મૂળ ઝારખંડના વતની હતા તેઓ સીડબલ્યુસી કમિટી સમક્ષ હાજર થયા હતાં તથા કમિટીના ચેરમેન તથા સદસ્યો દ્વારા માતા-પિતાના ડોક્યુમેન્ટ ચેકીંગ કરીને આ બન્ને બાળકોને તેના માતા-પિતાને સોંપ્યા હતાં. નાના બાળકો રમતા રમતા ટ્રેઈનમાં બેસી જતાં ટ્રેઈન ઓખા પહોંચી ગઈ હતી. જ્યાં તેઓ ઉતરી ગયા હતા તથા ભાષા સ્થાનિક ના જાણતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પણ સીડબલ્યુસી કમિટી તથા રેલવે પોલીસની સમય સુચકતા તથા જાગૃતિથી બન્ને ખોવાયેલા બાળકો પોતાના માતા-પિતાને મળતા માતા-પિતા ભાવવિભોર થઈ ગયા હતા તથા કમિટી તથા રેલવે પોલીસનો આભાર વ્યકત કર્યો હતોે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial