Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-પુરી-ઓખા સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૃટો પરથી દોડશે

સિકંદરાબાદ ડિવિઝનમાં નોન-ઈન્ટરલોકિંગ કામઃ

રાજકોટ તા. રર ઃ દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેકશનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે ઓખા-પુરી-ઓખા એકસપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે.

જેમાં ૧, ૮ અને ૧પ મે ના ઓખાથી ચાલતી ટ્રેન નં. ૨૦૮૨૦ ઓખા-પુરી એકસપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા-બલ્હારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમ-ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયવર્ટ કરાયેલા માર્ગ વાયા વર્ધા-નાગપુર-રાયપુર-ટિટિલાગઢ-વિજયનગરમ-ખુર્દા રોડના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ-સિરપુર કાગઝનગર, મંચિર્યાલ, રામગુંડમ-વારંગલ, વિજયવાડા, એલુરું, રામામુડ્રી-સામલકોટ-અનકાપલ્લી, વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.

 જયારે ૨૮ એપ્રિલ, ૫ અને ૧૯ મે ના પુરીથી ચાલતી ટ્રેન નં. ૨૦૮૧૯ પુરી-ઓખા એકસપ્રેસ ટ્રેન નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ - વિશાખાપટ્ટનમ - વિજયવાડા, બલ્હારશાહ - વર્ધાના સ્થાને તેના ડાયવર્ટ કરાયેલા માર્ગ વાયા ખુર્દા રોડ - વિજયનગરમ-રાયગઢ- ટિટિલાગઢ, રાયપુર-નાગપુર-વાર્ધાના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ-અનકાપલ્લી-સામલકોટ-રાજમંદ્રી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુરકાગઝનગર-બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh