Advertisement
Author: નોબત સમાચાર

ત્રાસ આપ્યાની પરિણીતાએ કરી ફરિયાદ

૫તિ, સસરા સામે અન્ય પરિણીતાએ મારકૂટની કરી રાવઃ

જામનગર તા. ૨૨ઃ ઓખાના એક પરિણીતાએ પતિ સહિતના છ સાસરિયા સામે ત્રાસ આપ્યાની અને દ્વારકામાં રહેતા પતિ તથા સસરા સામે એક પરિણીતાએ મારકૂટ કરી ત્રાસ આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

ઓખાના ગાંધીનગરી ભુંગામાં રહેતા કુલસુમબેનના નિકાહ વર્ષ ૨૦૧૨માં જાકુબ ઝીકરભાઈ થૈયમ સાથે થયા પછી થોડા સમય સુધી સારી રીતે રાખી આ પરિણીતાને ત્રાસ આપવાનું શરૃ કરાયું હતું. કંટાળી ગયેલા કુલસુમબેને પતિ જાકુબ તેમજ રોશનબેન ઝીકરભાઈ, નસીમબેન ઈમરાન થૈયમ, નસીમબેન મજીદ, ઈમરાન ઝીકર થૈયમ, મજીદ ઝીકર થૈયમ સામે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ કરી છે.

દ્વારકાના રૃક્ષ્મણીનગરમાં રહેતા દેવશીભાઈ ભીમાભાઈ ચાનપા સાથે ઓખાના તેજલબેન પબાભાઈના લગ્ન થયા પછી આ પરિણીતાને પતિ દેવશીભાઈ તેમજ સસરા ભીમાભાઈ ચનાભાઈ ચાનપાએ ત્રાસ આપી માર મારવા ઉપરાંત મારી નાખવાની ધમકી આપ્યાની તેજલબેને પોલીસમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh