Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠોઈ પાસે એસટી બસે યુવાનને ફંગોળ્યાઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના પી.એન. માર્ગ પર મેડિકલ કોલેજ ગેઈટ પાસે શુક્રવારે સાંજે એક બાઈકને મોટરે ઠોકર મારતા દંપતી ઘવાયું છે. લાલપુરના મીઠોઈ ગામ પાસે એસટી બસે ટક્કર મારી એક યુવાનને ફંગોળ્યા છે. મોટી ખાવડી નજીક પરપ્રાંતિય શ્રમિકને ટેન્કરે હડફેટે લીધો છે.
જામનગરના વાલ્મિકી નગરમાં રહેતા તુલસીભાઈ વેલજીભાઈ પરમાર નામના પ્રૌઢ શુક્રવારે સાંજે પોતાના પત્ની સાથે બાઈક પર જીજી હોસ્પિટલમાં દાખલ રહેલા તેમના સંબંધીને મળવા માટે જતા હતા. તેઓ જ્યારે જીજી હોસ્પિટલ નજીક મેડિકલ કોલેજવાળા ગેઈટ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-બીએ ૬૪૭ નંબરની મોટરે તેઓને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં તુલસીભાઈના પત્નીને જમણા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને તુલસીભાઈને ઈજા થઈ છે. તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ પાસે ગૌશાળા નજીક રહેતા ભોલા પરમહંસ યાદવ નામના મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના અગરોલી ગામના વતની શ્રમિકના ભાઈ ગઈ તા.૧૫ની સવારે સાડા સાતેક વાગ્યે જતા હતા ત્યારે તેઓને જીજે-૧૮-બીઈ ૫૭૬૬ નંબરના ટેન્કરે ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં કમર તેમજ શરીરના અન્ય ભાગોમાં ફ્રેેક્ચર સહિતની ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટેન્કરચાલક સ્થળ પરથી નાસી ગયો છે તેની સામે ભોલા પરમહંશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકાના મીઠોઈ ગામના સિદ્ધરાજસિંહ ગુલાબસિંહ જાડેજાના ફઈના દીકરા રાજદીપસિંહ ગઈ તા.૧૧ની રાત્રે મીઠોઈ ગામના પાટિયા પાસેથી ચાલીને જતા હતા ત્યારે જીજે-૧૮-ઝેડ ૯૨૪૭ નંબરની એસટી બસે તેઓને ઠોકર મારી ફંગોળ્યા હતા. ઈજા પામેલા રાજદીપસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial