Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ગુગળી જ્ઞાતિ દ્વારા કોટી ગાયત્રી મહાયજ્ઞ

ભગવાન દ્વારકાધિશજીના યજમાન પદે

દ્વારકા તા. ર૨ ઃ દ્વારકામાં ગુ.બ્રા. જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ થયો છે.

યાત્રાધામ દ્વારકામાં તા. ૧૯-૪-ર૪ ને શુક્રવારથી તા. ર૩ સુધી દ્વારકાધીશજીના મુખ્ય યજમાનપદે સમસ્ત જ્ઞાતિ કલ્યાણાર્થે જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિ તથા મધ્યસ્થ સભા દ્વારા આયોજીત શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ થયો છે.

તા. ર૦ થી ર૩ સુધી દશાંશ હોમ સવારે ૧૦ થી ૧ર-૩૦ સુધી તેમજ બપોરે ૩ થી ૭ સુધી યોજાશે. આ ઉપરાંત તા. ૧૯ થી ર૩ સુધી યજ્ઞમંડળમાં દરરોજ સાંજે ૭-૩૦ કલાકે મહા આરતી તથા દરરોજ બપોરે ફલાહાર તેમજ સાંજે ભોજન પ્રસાદીની વ્યવસ્થા યજ્ઞમંડળમાં કરવામાં આવી છે. મહાયજ્ઞમાં જ્ઞાતિના અટક અનુસાર વિવિધ યજમાનો તેમજ અન્ય યજમાનોને આચાર્ય ઘનશ્યામ કે. પુરોહિત, વત્સલ એ પુરોહિત તથા દિનેશ પી. ત્રિવેદી દ્વારા જ્ઞાતિના ઈ.પ્રમુખ યજ્ઞેશ ઉપાધ્યાય - મંત્રી કપીલ વાયડા - સહમંત્રી ચૈતન્ય ઠાકર - કારોબારી સભ્યો તેમજ મધ્યસ્થ સભાના સભાસદો તેમજ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં જપાનુષ્ઠાન કરાવવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh