Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સાંજે ચિત્ર થશે સ્પષ્ટ
જામનગર તા. રરઃ જામનગર લોકસભા બેઠક માટે ર૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ચકાસણીમાં ૩ ફોર્મ અમાન્ય ઠર્યા છે. આજે ફોર્મ પાછા ખેંચાશે, તે પછી સાંજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ૧૯ એપ્રિલ સુધી ભરાયેલા કુલ ર૪ નામાંકનમાંથી ર૧ ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે, જ્યારે ૩ ફોર્મ અમાન્ય રહ્યા છે.
આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન હેમતભાઈ માડમ, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના એડવોકેટ જે.પી. મારવિયા, બહુજન સમાજ પાર્ટીના જયસુખભાઈ નથુભાઈ પિંગલસુર, વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના રણછોડભાઈ નારણભાઈ કણઝારિયા, ભારતીય સમતા સમાજ પાર્ટીના રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીના પરેશભાઈ પરસોત્તમભાઈ મુંગરા તેમજ અપક્ષના ૧પ ઉમેદવારો જેમાં અનવરભાઈ નુરમામદ સંઘાર, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, યુસુફભાઈ સિદિકભાઈ ખીરા, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, અલારખાભાઈ ઈશાકભાઈ ધુધા, જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, નદીમભાઈ મહમદભાઈ હાલા, કરશનભાઈ જેશાભાઈ નાગશ, નાનજીભાઈ અમરશીભાઈ બથવાર, રફિકભાઈ અબુબકર પોપટપુત્રા, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ, ભુરાલાલ મેઘજીભાઈ પરમાર, પત્રકાર રામકૃષ્ણ નરભેશંકર રાજ્યગુરુ, પુંજાભાઈ પાલાભાઈ રાઠોડ, વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
જે ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા છે તેમાં બહુજન સમાજ પાર્ટીના દામજીભાઈ નાજાભાઈ સૌંદરવાનો સમાવેશ થાય છે, તેમજ વૈકલ્પિક ઉમેદવાર હોવાથી ભારતીય જનતા પાર્ટીના બ્રિજરાજસિંહ હેમંતસિંહ જાડેજા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર વિરેન્દ્રસિંહ ટેમુભાના ફોર્મ રદ્ થયા છે.
ઉલ્લેખનિય છે કે, ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ રર એપ્રિલ છે. એટલે કે આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે સાંજે ઉમેદવારોની સંખ્યાનું ચિત્ર સ્પષ્ટ થશે. હાલની સ્થિતિએ જામનગર બેઠક પર ર૧ ઉમેદવારો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial